ભાવનગરમાં આજે એક સાથે ૨૭ કોરોનાનો નવા કેસ નોંધાયા

22

શહેરમાં ૨૩૪ અને ગ્રામ્યમાં ૧૦૧ દર્દી મળી કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૩૫ પર પહોંચી
ભાવનગર જિલ્લામાં કોરોનાના દિવસે ને દિવસે ૫૭ નવા કોરોના કેસ નોંધાયા હતા, શહેરમાં આજે ૨૦ નવા કેસ નોંધાયા હતા, જેમાં ૧૨ પુરુષ અને ૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં આજે ૧૧ કેસ નોંધાયા હતા, જેમાં ૭ સ્ત્રી અને ૪ પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૧૧ કેસ મળી કુલ ૧૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૨૩૪ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૧૦૧ દર્દી મળી કુલ ૩૩૫ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૮૦૭ કેસ પૈકી હાલ ૩૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૬૨ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleઆમ આદમી પાર્ટીના ૧૪૦થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો
Next articleનવાપરામાં સીજીએસટી ટીમ પર હુમલા પ્રકરણમાં ચાર ઝડપાયા