સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા “રાજપુતાના સે રાષ્ટ્રનિર્માણ” સેમિનારનું આયોજન કરાયું.

18

સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા તા. ૧૭/૦૭ રવિવાર ના રોજ બંધન પાર્ટી પ્લોટ ખાતે સિહોર તાલુકાના રાજપૂત સમાજના યુવાનોમાં સમાજભાવના તથા રાષ્ટ્રભાવના ને આધ્યાત્મિક ભૂમિકા સાથે વિકસાવવાના હેતુ થી “રાજપુતાના સે રાષ્ટ્રનિર્માણ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં સામાજિક સ્વાસ્થ્ય, સામાજિક સફળતાની સીડી અને યુવાનોનું સમાજ પ્રત્યે દાયિત્વ વિષયો પર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ના લાઈફ સાયન્સ ભવન ના હેડ ડો. ભારતસિંહ ગોહિલ તથા એસ.એમ.રોયલા હાઇસ્કુલ, ભૂંભલી ના આચાર્ય વનરાજસિંહ પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ સેમિનારનું સફળ આયોજન અને સંચાલન શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ ના કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવેલ.

Previous articleશહેરના વિદ્યાનગર ખાતે બિગબાસ્કેટ સેવાનો પ્રારંભ
Next articleભાવનગરમાં આજે એક સાથે ૩૨ કોરોનાનો નવા કેસ નોંધાયા