ભાવનગરના કુંભારવાડામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ચાર શખ્સ ઝડપાયા

33

બોરતળાવ પોલીસે અક્ષરપાર્કમાં દરોડો પાડી રોકડ સહિત ૬૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
કુંભારવાડા અક્ષરપાર્કમાં રહેણાંકી મકાનમાં ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં રમાડતાં ચાર સટ્ટોડીયાને બોરતળાવ પોલીસે સટ્ટાના સાહિત્ય અને રોકડ મળી કુલ રૂ.૬૮,૪૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે તેમને કપાત કરાવતા એક શખસનું નામ ખુલ્યું હતું. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, ભાવનગરની બોરતળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે, બાતમી મળી હતી કે, શહેરના કુંભારવાડા અક્ષરપાર્કમાં રહેણાંકી મકાન ભાડે રાખીને અમુક ઈસમો ઈન્ડિયા-ઈગ્લેન્ડ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર પર હાર-જીતનો સટ્ટો રમી રમાડી રહ્યા છે. બાતમીના આધારે પોલીસની ટીમે ઉક્ત સ્થળે દરોડો પાડીને સ્થળ પર સટ્ટો રમતાં રમાડતાં અજિત દાનસંગ સોલંકી રાજેશ વેલા વાધેલા,વલ્લભ મેરૂ રાઠોડ (રહે.તમામ અક્ષરપાર્ક, ભાવનગર) તથા ધ્રુવદેવસિંહ પ્રતાપસિંહ ગોહિલ રહે વિઠ્ઠલવાડી.ભાવનગર)ને એક ટીવી કિંમત રૂ.૧૦ હજાર, સેટ ટોપ બોક્સ ૩.૧ હજાર, પાંચ મોબાઈલ રૂ.૧૩,૬૦૦ તથા રોકડા રૂ.૩૩૪૦૦ અને એક બાઈક રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૬૮,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે, તમામે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે ઉક્ત મેચના સોદા કરીને કપાત રમેશ હીરા બારૈયા (રહે કુંભારવાડા, ભાવનગર) પાસે કરાવતાં હતા. પોલીસે ઝડપાયેલાં ચાર સહિત કુલ પાંચ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ માં ગુન્હો નોંધ્યો હતો.

Previous articleS.T. બસમાં આગના બનાવમાં બેદરકાર ત્રણ કર્મચારી સસ્પેન્ડ
Next articleસોનગઢના પાલડી ગામે મજુર પર સ્લેબનો પોપડો પડતા મોત