ભાવનગર શહેર ભાજપના કિસાન મોરચાના પ્રમુખ તેમજ માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ગત તારીખ ૨૮-૦૭-૨૦૨૨ અને ગુરુવારના રોજ સવારના ૧૦-૦૦ થી ૨-૦૦ કલાક દરમ્યાન કોરોનાની વેક્સિન માટેનો કેમ્પ રાખવામાં આવેલ. જેમાં ભાવનગર મહાનગરના હેલ્થ વિભાગ દ્વારા યાર્ડના વેપારીઓ, મહેતાજીઓ, મજુર ભાઈઓ તેમજ ખેડૂતભાઈઓને, કોરોનાની વેકસીનના પ્રથમ ડોઝ, બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ જેમાં કોવિસિલ્ડ અને કોવેક્સીન બંને આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ વેક્સિનેશન કાર્યક્રમમાં ભાવનગરના મેયર શ્રી કીર્તબેન દાણીધારીયા, ચિત્રા ફુલસર વોર્ડના કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ, વોર્ડ પ્રમુખશ્રી સંજયભાઈ, વેપારી આગેવાનો, એક્સ ડાયરેક્ટ દશરથસિંહ, મંત્રી મોહનભાઇ, ખજાનચી ભરતભાઈ, ઉપેન્દ્રસિંહ, ભુપેન્દ્ર સિંહ, ખોડાભાઈ, પિયુષભાઇ, મહીપતભાઈ વિગરે લોકો હાજર રહ્યા હતાં. ઉક્ત વિક્સિનેશન કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વેપારીઓ, મહેતાજીઓ, મજુરભાઈઓએ સરકારશ્રી તરફથી વિનામૂલ્યે મળતી વેકસીનનો લાભ મેળવીને કોરાના જેવી મહામારી સામે સુરક્ષા કવચ પ્રાપ્ત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ ગોહિલે હેલ્થ વિભાગના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોનો મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કરેલ, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર..