શ્રી ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલ-સોનગઢનો એક દિવસીય પ્રવાસ એકલીયા તળાવના કિનારે આવેલ નયનરમ્ય સ્થળ કાંઠાળી મેલડી માતાજીના મંદિર મુકામે વહેલી સવારે જુદી-જુદી ટુકડીમા ડુંગરા ખુંદતા-ખુંદતા કોતરોમાંથી વહેતા ઝરણા વચ્ચે નકકી કરેલ સ્થળે પગપાળા પહોચ્યા. ગુરુજીઓ સાથે ગીતો ગાતા, કિલ્લોલ કરતાં, ગીત-સંગીતના સથવારે ડુંગરાની જુદી જુદી વનસ્પતિનો પરિચય કરતાં-કરતાં અદભુત સ્થળે પહોંચ્યા. ત્યાં શાળાના ગુરુજી શ્રી કલ્પેશભાઈ કેરાસિયાના માતૃશ્રીની યાદમાં “માતૃવંદના” નિમિત્તે તમામ વિધાર્થીઓને અને સંસ્થાની તમામ શાળાના વિધાર્થી ભાઈ-બહેનોને ફ્રુટ વિતરણ કરેલ. સંસ્થાના મુખ્યાધિષ્ઠાતાના ડૉ. જયદીપસિંહ બી.ચૌહાણના માર્ગદર્શન મુજબ મહાસુખભાઈ ભટ્ટ,પીઠાભાઈ સહિત સમગ્ર શાળા પરિવારે પ્રવાસને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.