ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે શહેરની શ્રી સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે 11 મી આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી

50

વાઘ બકરી ટી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી તા. 8 ઓગષ્ટ એ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત 50 વિદ્યાર્થીઓને શ્રી હરેશભાઈ ભટ્ટ , શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી અનંતભાઈ દવારા ઇમર્જન્સી મેથડ , સ્ટેચર , પાટા , ફસ્ટેઇડ , દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ સ્થિતિમાં પ્રાથમિક સારવાર ની સમજ પ્રત્યક્ષ નિદર્શન દવારા આપવામા આવેલ. પૂજ્ય કાંતિ સેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે તમામ વિધાર્થીઓને શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા તથા શાળા પુસ્તકાલય માટે “ડિઝાસ્ટરની પુસ્તક”ભેટ આપવામા આવેલ.. શાળાનાં આચાર્યશ્રી બી.જી ડાંખરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણા એ કર્યું હતુ..

Previous articleશ્રી ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલ-સોનગઢનો એક દિવસીય પ્રવાસ યોજાઈ ગયો.
Next articleઆગામી 13 તારીખે રાણપુર કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે