આંબા ચોકમાં યોજાયેલ શાનદાર શોકસભા તથા માતમી જુલુસ

29

ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં ખોજા શિયા ઇસનાં અશરી જમાત દ્વારા હજરત ઈમામ હુસેન અ.સ. ને શ્રદ્ધાંજલિ પાઠવા માટે જાહેર શોક સભાનું આયોજન કરવામાં આવેલ હતું,
જેમાં કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી કરેલ, શોક સભાના મુખ્ય વક્તા દિલ્હીથી પધારેલ મૌલાના જાફર રીઝવી સંબોધન કરેલ તેમણે તેમના સંબંધમાં હજરત ઈમામ હુસેનના જીવન ચરિત્ર વિશે માહિતી આપેલ અને તેમણે ઇમામ હુસેન અ.સ.એ યઝીદના ઝુલ્મની સામે ઝુક્યા વગર માનવતાના સિદ્ધાંતોને બચાવવા માટે કુરબાની આપી તેની વિગતો આપી હતી, કરબલાના શહીદોના માનમાં મહોરમ માસની 10મી તારીખે (આશુરાના દિવસે) તાઝીયાઓ બનાવીને ઈમામનો ગમ મનાવે છે. તેની વિગતો આપી હતી. કરબલા ના મેદાનમાં જે લોકોને શહીદ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી નાની ઉંમરના છ માસના બાળક હજરત અલી અસગર અ.સ.ની શહાદતની વિગતો આપી હતી. તેમજ નાના બાળકો તથા ઓરતો તેમજ વૃદ્ધો ઉપર જુલ્મ કરવામાં આવેલ તેની વિગતો આપતા સમગ્ર શોક મજલીસમાં ઉપસ્થિત માનવમેદીની ની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. શોક સભા બાદ તાઝીયા સાથેનું માતમી જુલુસ હઝરત અબ્બાસ અ.સ.ના અલમ તથા હઝરત ઈમામ હુસૈન અ.સ.ના ઝખ્મી ઘોડા દુલદુલ સાથે શહેરના માર્ગ પર ફર્યું હતું અને જેને જોવા માટે હિન્દૂ-મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં ઉંમટી પડ્યા હતા, આ જુલુસમાં જે તાઝીયા રાખેલ છે તે તાઝીયાની ખૂબી એ છે કે કરબલામાં ઇમામ હુસૈન અ.સ.ની કબર ઉપર જે રોઝો (મઝાર)છે તેની આબેહૂબ નકલ બનાવવામાં આવી હતી.

Previous articleઉમરાળા માં હઝરત ઈમામ હુસૈન (રદી.) ની યાદમાં મહોરમ પર્વની ઉજવણી
Next articleસર્વોત્તમ ડેરી શીહોર ખાતે આજે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજવામા આવી