રાણપુર તાલુકામાં ૨૫ કીલોમીટર લાંબી નિકળી ભવ્ય તિરંગા યાત્રા,ઠેર-ઠેર યાત્રા નું સ્વાગત કરાયુ..

25

૫૦૦ મોટરસાઈકલ,૧૦૦ ફોરવ્હીલર(કાર),૧૦૦૦ લોકો રાષ્ટ્રીય ધ્વજ તિરંગા સાથે યાત્રામાં જોડાયા..
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી ના ૭૫ માં વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા નિકળી હતી.તિરંગા યાત્રા નો પ્રારંભ ખસ ગામે થી શહિદવિર સહદેવસિંહ મોરી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ખસ,નાનીવાવડી,મોટીવાવડી,માલણપુર,બોડિયા,નાગનેશ,કિનારા થઈને ૨૫ કીલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા રાણપુર આવી પહોચી હતી.તિરંગા યાત્રા નું ઠેર ઠેર ગામના આગેવાનો તેમજ સરપંચ તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.રાણપુર શહેરમાં તિરંગા યાત્રા આવી પહોચતા RMP બેરીંગ કંપનીના માલીક મિતેનભાઈ મકવાણા અને કંપનીના કર્મચારીઓએ યાત્રા નું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.રાણપુરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં ને ફુલહાર કરવામાં આવ્યા હતા.રાણપુર તાલુકા પંચાયત ખાતે યાત્રા પુરી થઈ હતી.આ તિરંગા યાત્રા માં ૫૦૦ મોટરસાકલ,૧૦૦ ફોરવ્હીલર(કાર)સહીત ૧૦૦૦ લોકો તિરંગા યાત્રા માં ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા.આ તિરંગા યાત્રા માં પુર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા,ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર,જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા,જીલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી,સુરેન્દ્રનગર જીલ્લા પ્રભારી સુરેશભાઈ ગોધાણી,રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,ભાજપ અગ્રણી કાળુભાઈ ડાભી,લાલજીભાઇ મેર,નરેન્દ્રભાઈ દવે,જામસંગભાઈ પરમાર,APMC ના ચેરમેન કિશોરભાઈ ધાધલ,જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભગવતસિંહ દાયમા,રાણપુર તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઇ ખાણીયા,રાણપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર,શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,બોટાદ જીલ્લા પંચાયત ના સદસ્ય કેશુભાઈ પંચાળા,મનીષભાઈ ખટાણા,જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન વિરમભાઈ મીઠાપરા,બોટાદ જિલ્લા ભાજપ એસ.સી.મોરચાના પ્રમુખ વિનુભાઈ સોલંકી,રાણપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રવિભાઈ ધાધલ,રાણપુર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ પાટડીયા(હરી સોની) સહિત મોટી સંખ્યા માં ડેલીગેટ,સરપંચો તથા મધ્યાહન ભોજન સંચાલક,આંગણવાડી સંચાલાક બહેનો તેમજ સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકો સહિત આગેવાન કાર્યકરો અને રાષ્ટ્રપ્રેમી યુવાનો ખુબ મોટી સંખ્યા માં જોડાયા હતા.આ તિરંગા યાત્રા નું આયોજન રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,રાણપુર તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,રાણપુર તાલુકા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ બાવળીયા,હરપાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યુ હતુ.રાણપુર તાલકાના ઈતિહાસ માં સૌપ્રથમવાર સૌથી મોટી અને ૨૫ કીલોમીટર ના લાંબા રૂટ ની ડી.જે.ના તાલ સાથે તિરંગા યાત્રા નિકળી હતી.આ યાત્રા નું સ્વાગત હજારો લોકોએ કરી રાષ્ટ્ર ભાવના બતાવી હતી.હર ઘર તિરંગા,ભારત માતા કી જય,વંદે માતરમ ના નાદ થી આખો રાણપુર તાલુકો ગુંજી ઉઠ્યો હતો.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Previous articleસર્વોત્તમ ડેરી શીહોર ખાતે આજે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજવામા આવી
Next articleરાણપુરની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના યુવા  મહોત્સવમાં ભાગ લઈ તાલુકાનુ ગૌરવ વધાર્યુ..