રાણપુર શહેરમાં પુર્વ ધારાસભ્ય સહીત અનેક આગેવાનો અને શાળા વિદ્યાર્થીઓ સહીત હજારો લોકો તિરંગા યાત્રા માં જોડાયા…

18

આઝાદીના 75 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નિકળી હતી.આ તિરંગા યાત્રા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાં ને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રસ્થાન કરવામાં આવી હતી.ડી.જે.ના તાલ સાથે ભારત માતા કી જય ના નાદ સાથે તિરંગા યાત્રા રાણપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.બસ સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં ને ફૂલહાર કરવામાં આવ્યા હતા.તિરંગા યાત્રા રાણપુર શહેરમાં ગીબરોડ,મેઈન બજાર,રતનચોક,કાંકરીયા ચોરા,આંબલીયા ચોરા થઈને જન્મભુમિ હાઈસ્કુલ ખાતે જાહેર સભા કરી ને પુર્ણ થઈ હતી.આ તિરંગા યાત્રા માં પુર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા,બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા,જીલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી,રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકી મેઘાણી,ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક દિપેનભાઈ મકવાણા,ડો.જગદીશભાઈ પંડ્યા,કેશુભાઈ પંચાળા,વિનોદભાઈ સોલંકી,કીશોરભાઈ ધાધલ,મયુરભાઈ પટેલ,મનિશભાઈ ખટાણા,હરીભાઈ સભાડ,સંજયભાઈ ગદાણી,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,મુકુંદભાઈ વઢવાણા,ગોવિંદસિંહ ડાભી,નરેન્દ્રભાઈ દવે,ઈશ્વરભાઈ પંચાળા,મામલતદાર બી.પી.રાણા તેમજ ધી.જન્મભુમિ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ,સી.એસ.ગદાણી ના વિદ્યાર્થીઓ,મોડલ સ્કુલના વિદ્યાર્થીઓ,સર્વોદય સ્કુલ ના વિદ્યાર્થીઓ,તાલુકા શાળાના વિદ્યાર્થીઓ,સાંકળીબાઈ કન્યાશાળા ના વિદ્યાર્થીઓ,શિક્ષકો,આંગણવાડી.ની બહેનો સહીત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રા માં ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા અને સમગ્ર રાણપુર શહેર રાષ્ટ્રીય ભાવના મય બની ગયુ હતુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુર APMC ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો..
Next articleસૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૭૫ માં સ્વાતંત્ર પર્વની થયેલી શાનદાર ઉજવણી.