દામનગર લોક કલ્યાણને ગાજરીયું ઘાસ વિકરાળ રીતે ફેલાય છે. કુદરતી આશીર્વાદ સમાં વરસાદથી ત્રાબા વરણી ધરતી પર લીલી ચાદર બિચાવ્યાનો ભાસ થયા વગર ન રહે પણ સરકારી કચેરીઓ રોડ રસ્તાની બંને બાજુ સરકારી ગૌચર સરકારી ખરાબા નદી નાળાના પટ આ સર્વત્ર લીલુંછમ દેખાતું આ ઘાસ ભયંકર રીતે ફેલાતી આ ગાજર જેવા બી ધરાવતી વનસ્પતિ પ્રોસ્ટિક ઘાસ ઉગવા દેતી નથી અને ખૂબ રાક્ષસી રીતે ફેલાય છે. એ ગાજર જેવા બી ધરાવતી એકદમ કડવી અને ત્રણ થી ચાર ફૂટ જેવી ઉંચી થાય છે. એક વાત મુજબ જ્યારે દુષ્કાળ વખતે ઓસ્ટ્રેલિયાથી મોટી જેવા ઘઉં આયાત કર્યા ત્યારથી આ બિયારણ આવ્યું હોવાની વાત અવારનવાર સંભળાય છે. વર્તમાન સરકાર દર વર્ષની ૩૧ માર્ચે કરોડો રૂપિયા જાહેર જમીન જાળવણી પાછળ કાગળ પર લે છે. વાસ્તવમાં આ નાણાં જાહેર જમીન જાળવણી પાછળ ખર્ચ કરાય તો આવી ભયંકર સ્થિતિ ન હોય સર્વત્ર વિકરાળ રૂપે ઊગી નીકળેલ. આ અખાદ્ય ઘાસના કરવા સરકારની એકલા હાથની વાત રહી નથી એટલી હદે ફેલાયેલ આ વનસ્પતિને નાશ કરવા કર્મઠ કાર્યકરો સ્વૈચ્છિક સંસ્થા અને સરકાર બધા સાથે મળી અબોલ જીવો માટે કંઈક વિચારે જેમ સ્વચ્છતાના મિશન જેમ ખાસ રાજસતા ધર્મસંસ્થા સ્વૈચ્છિક સંગઠનોના સહિયારા પ્રયાસથી જ આ ઝેરી વનસ્પતિ નાશ થઈ શકે છે. વિકરાળ રૂપે ફેલાયેલ આ વનસ્પતિ માત્ર એક શહેર કે એક ગ્રામ્ય વિસ્તારની નથી. રાજ્યવ્યાપી સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા સમયોચિત ન્યાય નિર્ણય કરી અબોલ જીવો માટે કાર્ય કરવું જરૂરી છે.