ધોરણ-૧૦ બોર્ડનું પરિણામ આજે જાહેર

1285

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવનાર છે. પરિણામને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા દેખાઈ રહી છે. લાખો વિદ્યાર્થીઓ પરિણામને લઇને ઉત્સુક બનેલા છે. આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સવારે ૮.૦૦ વાગે બોર્ડની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી પરથી પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી ૧૧.૦૦થી ૨.૦૦ દરમ્યાન માર્કશીટ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. ધોરણ-૧૦ના પરિણામને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના અને ઇન્તેજારી જોવા મળી રહી છે. આ વર્ષે ધોરણ-૧૦માં ગણિત વિષયનું પેપર ખૂબ અઘરૂ નીકળ્યું હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ રાતા પાણીએ રડયા હતા, જેની સીધી અસર ધોરણ-૧૦ના પરિણામ પર પડે તેમ હોઇ બોર્ડ સત્તાવાળાઓ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને ૧૨ માર્ક્સ સુધીના ગ્રેસીંગ માર્ક્સ આપવામાં આવે તેવી પણ શકયતા છે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કંઇક અંશે રાહત મળે. તો સાથે સાથે ધોરણ-૧૦નું બોર્ડનું પરિણામ પણ ઉંચુ લાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૦માં ૧૧ લાખ ૩ હજાર ૬૭૪ વિદ્યાર્થી નોંધાયા હતા. ધોરણ-૧૦માં ૭ ઝોન પર પરીક્ષા લેવામાં આવી હતી અને ૩૭ કેન્દ્ર તથા ર૩૯ પરીક્ષા સ્થળો પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૯ના આવતીકાલના પરિણામ બાદ ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૧મીએ જાહેર કરવામાં આવનાર છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પ ઝોન, ૩૧ કેન્દ્રઅને ૧૧૭ પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવી હતી. ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત રાજ્યના ૧પ૪૮ કેન્દ્ર પર ૧૭,૧૪,૯૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં અમદાવાદ શહેરમાં કુલ ૧,૧૪,૮૮૦ વિદ્યાર્થીઓ, અમદાવાદ જિલ્લામાં ધોરણ ૧૦ના ૬૯,૩૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જયારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૩ર,૯૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

 

Previous articleરખિયાલ નજીકથી ૭૫ હજારનો દારૂ ઝડપાયો
Next articleરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારે સુરતની મુલાકાતે