ઉમરાળા ગામમાં આ વષૅ મારૂતિ ધામ સોસાયટી માં ગણપતિ ઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મારૂતિ ધામ ઉમરાળા ખાતે થી સોસાયટી નાં લોકો દ્રારા સાફા સાથે સજ્જ વાજતે ગાજતે ગણપતિ બાપ્પા નું સ્થાપન કરવામાં આવ્યું છે અને પાંચ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને ગણપતિ બાપ્પા ને લોકમાતા કાળુભાર નદીમાં વિસર્જન કરવામાં આવશે.આ કાયૅક્રમ માં મયુર સિંહ રાયજાદા , મહાવીરસિંહ ગોહિલ (માવુભા) પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ ઉમરાળા, વિનોદગીરી ગોસાઈ એડવોકેટ,રાજવીર સિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ,સુરેશભાઈ દવે (દવેદાદા) વગેરે સોસાયટી નાં રહિશો દ્રારા સરસ આયોજન કરવામાં આવ્યું છે.
સિરાજ ખોખર ઉમરાળા