રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ગુજરાતની મુલાકાતે

1198

રાષ્ટ્રીય મહિલા આયોગ, દિલ્હીના સભ્ય સુષ્માબેન સાહુએ આજે ગાંધીનગર ખાતે રાજયપાલ ઓ.પી.કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ આજે ગુજરાત રાજય મહિલા આયોગ, ગાંધીનગર કચેરીની મુલાકાત લઈને પોલિસ કેપીસીટી બિલ્ડીંગ તાલીમ અંગે જરૂરી સૂચનો કર્યાં હતા. મુલાકાત દરમિયાન રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, આઇ.પી.એસ. અધિકારી અનિલ પ્રથમ અને આયોગના સભ્ય સચિવ વિણા પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાષ્ટ્રીય મહિલા આયોગ, દિલ્હીના સભ્યશ્રી સાહુ તા. ૨૭ મેથી ૩૧મી મે-૨૦૧૮ દરમિયાન ગુજરાતની મુલાકાતે છે.  આ દરમિયાન તેઓ તા.૨૯ અને ૩૦મી મે-૨૦૧૮ના રોજ અનુક્રમે મધ્યસ્થ સરકારી જેલ, વડોદરા અને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદની મુલાકાત લેશે. જેલની મુલાકાત દરમિયાન જેલ મેન્યુલ પ્રમાણે મહિલા કેદીઓને મળતી સુવિધા અંગે સમીક્ષા કરશે તેમજ તે અંગેનો અહેવાલ સરકાર સંબંધિત વિભાગ અને આયોગને રજૂ કરશે તેમ રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગરના સભ્ય સચિવની યાદીમાં જણાવાયું છે.

Previous articleસે. ર૪ માં ઘરમાં ઘુસી ચાર શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો
Next articleનર્મદા કેનાલમાં એકનો પગ લપસ્યો બીજો બચાવવા જતાં બન્ને મોતને ભેટ્યા