જારાફબાદના અરબી સમુદ્ર કાંઠા વિસ્તારના છેવાડાના નાના એવા ગામ ચીત્રસરનો કોળી સમાજનો વિદ્યાર્થી જુનાગઢમાં જળક્યો જાફરાબાદ તાલુકામાં પ્રથમ ક્રમે અને પીઆર સામે ૯૯.૪૩ ટકા ધોરણ ૧૦ની પરીક્ષમાં લાવી અશ્વીન બાંભણીયાએ કોળી સમાજનું નામ રોશન કરતા ઠેરઠેરથી અભિનંદની વર્ષા થયેલ.
થયેલમાં થાય તે કહેવત પ્રમાણે જેવું ઘરનું વાતાવરણ સંસ્કાર જેતે બાળકમાં ઉતરે છે તે વાત જાફરાબાદ તાલુકાના અરબી સમુદ્ર કંઠા વિસ્તારના નાના એવા ગામ તેમાય કોળી સમાજ પણ જેના દાદા અરજણભાઈ ભીમભાઈ શિક્ષણ જગતમાં ચીત્રાસર ગામમાં જ શાળાના આચાર્ય પદે રહી ત્યાં જ નિવૃત્ત થયેલ તેના એક પુત્ર નાજભાઈ બાંભણીયા જાફરાબાદ તાલુકા પંચાયતના પાંચ વર્ષ નિર્વાદે પુર્ણ કરેલ તે નાજભાઈના ભાઈ મોહનભાઈ અરજણભાઈ કુમાર વિદ્યાર્થી અશ્વીનભાઈના પિતાએ અશ્વીનને પુર્વોત્તર ઘરના સંસ્કારોનું સીચન કરી બળાક અશ્વીનને જુનાગઢ આલ્ફા વિદ્યાલયમાં જુનાગઢ અભ્ય્સાર્થે મુકી આવેલ ત્યારે આ બાળકે ઘરના સંસ્કાર મોટબાપુ નાજભાઈ અને દાદા નિવત આચાર્ય અરજણભાઈના સંસ્કાર મુજબ પરીક્ષામાં અશ્વીને કોઈ પણ પેપરમાં ચોરી કર્યા વગર રાત દિવસ મહેનત કરી ચીત્રાસર ગામથી જાફરાબાદ તાલુકામાં પ્રથમ ક્રમે ૯૯.૪૩ ટકા લાવી નામ રોશન કરતા ચારેય બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. મોટાબાપુના દિકરા ભાવેશભાઈ પણ જાફરાબાદ તાલુકા પંચાયત આઈઆરડી શાખામાં ઈમાનદારીપુર્વક ફરજ બજાવી રહ્યા છે.