રીક્ષા ચાલક ભારે અઘરો : ટ્રાફીક પોલીસે મારેલ લોક ચોરી કરી ગયો

1688

ભાવનગર શહેરમાં આજરોજ ગંગાજળીયા વિસ્તારમાં ટ્રાફીકને અડચણરૂપ અતુલ રીક્ષાને ટ્રાફીક પોલીસ દ્વારા લોક મારી દીધો હતો પણ રીક્ષા ચાલક ભારે અઘરો હોય પોલીસે મારેલા લોકની ચોરી કરી નાસી છુટ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા અરવિંદસિંહ સહદેવસિંહ સરવૈયાએ ગંગાજળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગંગાજળીયા તળાવમાં ટ્રાફીકને અડચણરૂપ થાય તેવી રીતે ઉભેલી અતુલ રીક્ષા જીજે૪ડબલ્યુ ૮ર૬પને પોલીસ કર્મીએ લોક મારી દીધો હતો પણ અતુલ રીક્ષાનો ચાલક અઘરો નિકળ્યો. પોલીસે મારેલા લોકની ચોરી કરી લઈ ગયો. બનાવ અંગે પોલીસ રીક્ષા ચાલક વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleગૌચરણ મુક્ત કરાવવા માલધારી સમાજ દ્વારા આંદોલનના મંડાણ
Next articleડાયમંડ ચોક વિસ્તારમાં આતંક મચાવનાર શખ્સને રૂવાથી ઝડપ્યો