મોટી-મોટી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આજે લાલ આંખ કરી છે. ત્યારે અમદાવાદની હોટલ ગોરધન થાળ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યાં હતાં. જ્યાં વિશેષ રીતે રેસીપી, સ્વચ્છતા અને સ્ટોરેજની તપાસ પણ કરવામાં આવી હતી.
આ જ રીતે વડોદરામાં પણ આરોગ્ય સાથે ચેડા કરાતી હોટલોમાં પણ આરોગ્ય વિભાગની ટીમે તવાઈ બોલાવી હતી. ફૂડ સેફ્ટી કમિશ્નરનાં આદેશને પગલે આરોગ્યની ટીમે હોટલોમાં કડક કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્યની ત્રણ ટીમો દ્વારા હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ જથ્થો ઝડપાયો હતો.
આરોગ્યનાં અધિકારીઓએ જથ્થાનો નાશ કરી હોટલોનાં માલિકોને દંડ ફટકારી નોટિસ પાઠવી હતી. તો બીજી બાજુ ભાવનગર શહેરમાં પણ ૩ સ્ટાર ગણાતી ઇસ્કોન ક્લબ અને બસિલ પાર્ક જેવી હોટલમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.
તો આ તરફ જામનગરમાં પણ આરોગ્ય શાખાએ પણ હોટેલો પર દરોડા પાડ્યાં હતાં. નોન વેજ હોટલો પર પણ તવાઈ શરૂ થઇ છે. સ્વાતિ, ટેસ્ટ ઇન્સ ટેઇલ, ટુ ફેટ ઇન્ડિયન, ભાગ્યોદય રાજપૂતાના લોજમાં પણ વિશેષ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતની મોટી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લાલ આંખ કરી છે. ત્યારે અમદાવાદની હોટલ ગોરધન થાળ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યાં હતાં. ગોરધન થાળની તમામ રેસીપીની ચકાસણી કરાઇ હતી. હોટલમાં સ્વચ્છતા અને સ્ટોરેજની તપાસ પણ કરવામાં આવી હતી.
ગુજરાતની મોટી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લાલ આંખ કરી છે. ત્યારે અમદાવાદની હોટલ ગોરધન થાળ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડતા ગોરધન થાળની તમામ રેસીપીની ચક્સણી કરાઇ હતી. હોટલમાં સ્વચ્છતા અને સ્ટોરેજની તપાસ પણ વિવિધ રીતે આવી હતી.