ધો.૧૦ના પરિણામમાં ૯૮.ર૬ ટકા સાથે બેલુર વીદ્યાલય મહુવામાં ટોપ પર રહી

1518

ગુજરાત બોર્ડનું ૬૭.પ૦ ટકા, ભાવનગરનું ૬૯.૧૭ટકા, મહુવા કેન્દ્રનું પ૮.૩૦ ટકા પરિણામ આવેલ ત્યારે બેલુર વિદ્યાલયનું ૯૮.૧૭ ટકા સાથે ટોપ રહી છે. બેલુર વિદ્યાલયના બાળકોએ ૯૯.૯૭પીઆર સાથે  ગુજરાત બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરેલ. આ ઉપરાંત એ-૧ ગ્રેડ મેળવતા ૦૬ વિદ્યાર્થીઓ છે. મહુવાનું ગૌરવ બેલુરનું શ્રેષ્ઠ પરિણામ જોતા એ-૧ ગ્રેડ મેળવતા ૦૬, એ-ર ગ્રેડ  મેળવતા ૩૩, બી, ગ્રેડ મેળવતા : ૩૬ વિદ્યાર્થીઓએ ગ્રેડ હાંસલ કરી સમગ્ર મહુવાનું ગૌરવ વધારેલ.

૯પ પીઆરથી વધારે પીઆર મેળવતા – ૪ર, ૯૦ પીઆરથી વધારે પીએ મેળવતા ૬પ વિદ્યાર્થીઓ સાથે બેલુર અવ્વલ રહી. મહુવા કેન્દ્રમાં પ્રથમ આવતો વિદ્યાર્થી વાળા નિતિન એલ. ૯૯.૯૭ પીઆર, દ્વિતિન નંબરે બાંભણીયા હવન જે. ૯૯.૮૦ પીઆર છે. આ સાથે પટેલીયા દિશા જી. – ૯૯.૬ર પીઆર, ગુજજર હાર્દિક બી. ૯૯.પ૬ પીઆર, કાછડ કૃપાલ પી. ૯૯.૩૬ પીઆર, કલસરીયા સુમિત આર. ૯૯.રપ પીઆર વગેરે તેમજ અન્ય ૧૦૩ વિદ્યાર્થીઓે અવ્વલ રહી બેલુર વિદ્યાલય તથા બેલુર બર્ડઝ ટોપ રહેલ.

Previous articleરાણપુરમાં અનિયમિત અપાતા પીવાના પાણી ને લઈને પાણી પુરવઠા સામે લોકોમાં રોષ
Next articleપીપાવાવ ખાતે GHCL સામે મજુરોનું આંદોલન ૩૬મો દિવસ