વેકેશનમાં માણીએ વિજ્ઞાનને….

1522

વિજ્ઞાનનગરી દ્વારા ઉનાળાના વેકેશનમાં રમતા રમતાં બાળકોના જ્ઞાનમાં વધારો થાય અને ગણિત વિજ્ઞાનને વધારે સમજે તેવા હેતુથી ભાવનગર મહાપાલિકા સંચાલિત, બાળ વાટિકા, – બોરતળાવ પાસે વિજ્ઞાન વાહિની સોમથી શુક્ર સાંજે ૪થી ૬ દરમ્યાન મોકલવામાં આવે છે. જેમાં વિજ્ઞાનના મોડલ અને જ્ઞાનવર્ધક પઝલનો આશરે ૧૦૦થી વધારે બાળકો અને પર્યટકો લાભ લે છે. વિજ્ઞાન વાહિનીમાં  મોડેલ, પઝલ અને શૈક્ષણિક ફિલ્મ બતાવવામાં આવે છે. ભાવનગર શહેરની સોસાયટી, એરિયા અથવા વસાહતમાં જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે વિજ્ઞાન વાહિની વિનામુલ્યે મોકલવામાં આવે છે.

 

Previous articleશહેર ફરતી સડક પાસે મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ
Next articleતાપમાન ૪૧ ડિગ્રી પર સ્થિર ૩૬ કી.મી.ની ઝડપે પવન ફુંકાયો