શહેરના નારી ચોકડી પાસે આવેલ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ અને દાગીનાની ચોરી કરી લઈ ગયાની પોલીસને જાણ કરાતા પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના નારી ચોકડી પાસે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ ભુપતસિંહ સરવૈયા પરિવારના સભ્યો સાથે ઘરને તાળુ મારી પોતાના ગામ ગયા હતા તે વેળાએ કોઈ અજાણ્યા તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી તાળા-નકુચા તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલ રોકડ રૂપિયા અને દાગીના મળી એકાદ લાખ રૂપિયાની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવની જાણ વરતેજ પોલીસને કરાતા પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ બનાવ અંગેની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.