શહેરના કુખ્યાત એવા આડોડીયાવાસ વિસ્તારમાં ઘોઘારોડ પોલીસે ઈંગ્લીશ દારૂ-બિયરની કારમાં હેરફેર ચાલતી હોય જે બાતમી આધારે રેડ કરતા દારૂ-બિયરનો જથ્થો ભરેલી કારને ઝડપી લીધી હતી. જ્યારે રેડ દરમ્યાન કાર ચાલક શખ્સ હંમેશાની જેમ ફરાર થવામાં સફળ રહ્યો હતો.ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.ઇશરાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના પો.સબ.ઇન્સ વાય.એમ.ચુડાસમા, પ્રો.પો.સબ.ઇન્સ એચ.બી.ગોહિલ, એ.એસ.આઇ એમ.એમ.મુનશી, એચ.એ.સોલંકી, હેડ કોન્સ કે.બી.નિનામા, પો.કોન્સ કિર્તીસિંહ રાણા, જયદિપસિંહ જાડેજા, ફારૂકભાઇ મહિડા, ખેંગારસિંહ ગોહિલ, ઇમ્તીયાઝખાન પઠાણ, ચિંતનભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ડાયમા વિ. પો.સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા દરમ્યાન ફારૂકભાઇ મહીડા તથા ચિંતનભાઇ મકવાણાની સયુકત બાતમી મળેલ કે, આડોડીયાવાસ અખાડામાં આડોડીયાવાસમાં રહેતા રોમેશભાઇ દિનેશભાઇ પરમાર રહે.આડોડીયાવાસ ભાવનગરવાળાની ટાટા માન્ઝા કાર નં. જી.જે.૦૪.સી.એ.૦૨૮૦ માં ગે.કા પરપ્રાતીય ઇગ્લીશ દારૂની હેરફેર કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા ઉપરોકત ઇસમ કાર મુકી નાશી ગયેલ અને તેની કારમાંથી બીયર ટીન નંગ ૪૮ કિ.રૂા.૪૮૦૦/- તથા અલગ અલગ કંપનીની પરપ્રાતીય ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ એલ ની કંપની સીલપેક બોટલો નંગ-૮૪ કિ.રૂા.૨૫,૨૦૦/- તેમજ ઇન્ડીગો માન્ઝા કાર ની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂા.૨,૩૦,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ અને રેઇડ દરમ્યાન મજકુર રોમેશભાઇ દિનેશભાઇ આડોડીયા રહે.આડોડીયાવાસ ભાવનગર વાળો નાશી જઇ તેના વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ.