માતાની આરાધનાના દિવસો એટલે નવરાત્રિ માતાના નવલા નોરતામાં દરેક ભક્તોમાં અનેરો આનંદ ફેલાયો છે. આજે ભવાઈ લુપ્ત થઈ રહી છે ત્યારે આ સંસ્કૃતિને ભવાઈ જાળવી રાખવા નવલા નોરતામાં અલગ-અલગ દરરોજ વેશ જોવા મળી રહે તે માટે બોરડામાં બહુચર રંગ મંડળ દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ સુંદર ભવાઈનું આયોજન થઈ રહ્યું છે. ભવાઈ દ્વારા સમાજને સારા પાત્રોની યાદ તેમજ મનોરંજન જ્ઞાન પીરસવામાં આવે છે. બોરડામાં પ્રથમ નોરતે માતાનો ગરબો, કસુંબલ ડાયરો, જય મહાકાળી ભક્ત પ્રહલાદ, વેરનસમે વેરથી, કણોજી લુણસરીયો, સુરવિરોનું વચન, દુશ્મનોની ખાનદાની, માલોનાગદે, અણમન માથા વગેરે સુંદર પાત્રોમાં નાટકો ભજવાઈ રહ્યા છે.
બોરડા ગામ નેશનલ હાઈવે ઉપર આવેલું છે. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો, મુસાફરો પણ આ સુંદર નાટકો જોવા ઉભા રહી જાય છે. મંડળના જણાવ્યા મુજબ લોક કલા ભવાઈ લુપ્ત થતી જાય છે ત્યારે તળપદી ભાષા જીવંત રાખવા સંઘર્ષ કરીને જીવંત રાખી રહ્યાં છે ત્યારે આવા સુંદર નાટકો ભજવાતા ગામડામાં સરકાર દ્વારા પ્રોત્સાહન આપવું જરૂરી રહ્યું છે.