બોરિજના દબાણ અંગે મુદ્દત પૂર્ણ પીઆઈએલના લીધે તોડફોડ નહીં થાય

1497

 

પાટનગરની સ્થાપના માટે જે ગામડાઓની જમીન સંપાદન કરાઇ, તેમાં મંત્રી નિવાસ પાસેના બોરિજ ગામની જમીન પણ સમાવિષ્ટ છે. અહીં છેલ્લા ૩ દાયકાથી ગામતળની જમીન નીમ નહીં કરાયાના પગલે ઉભા થયેલા રહેણાંક હેતુના ૨૬૮ જેટલા ગેરકાયદે બાંદકામ આખરે મંત્રી નિવાસ અને રાજભવનની સુરક્ષામાં બાધારૂપ જણાતા આ સરકારી જમીન ખાલી કરાવવા મેગા ડેમોલીશન શરૂ કરાયુ હતું. જે મામલો ન્યાયિક બનતા હાઇકોર્ટે ૩૧મી સુધી તોડફોડ રોકવા કહેવાની સાથે સરકારની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. હવે આ મુદ્દો વધુ વિવાદી બન્યો છે. સરકાર સામે વધુ એક અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. પરિણામે તારીખ ૧લીથી દબાણો ખસેડવાની કામગીરી કરવા પર અંતરાય ઉભો થયો છે.

ન્યાયમૂર્તિએ તોડફોડની કાર્યવાહી ૩૧મી મે સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે એ વા સ્પષ્ટ બની ગઇ હતી કે, તારીખ ૧લી જુનથી જ નવેસરથી ઓપરેશન હાથ ધરાવાનું હતું. માર્ગ અને મકાન વિભાગ ઉપરાંત કલેક્ટર તંત્ર, મહાપાલિકા, પાટનગર યોજના વિભાગ, વન તંત્ર, ફાયર બ્રિગેડ, વીજળી અને ગેસ કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓની ફોજ દ્વારા સખ્ત પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઓપરેશનના પ્રથમ દિવસે માત્ર ૩ કલાકમાં ૬૦ દબાણ તોડી પાડ્‌યા હતાં અને હવે ૨૦૦થી વધારે બાકી દબાણ ખસેડવાના થાય છે.

વિભાગના ઇજનેર નગીન સાલ્વીએ જણાવ્યું કે હાઇકોર્ટ સમક્ષ આ મુદ્દે વધુ એક પીઆઇએલ કરાઈ હોવાથી કાલથી ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરાશે નહીં. પરંતુ સરકારના વકીલ દ્વારા જે પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવશે.

Previous articleશોર્ટ સર્કિટ થવાના કારણે કાર બળીને ખાખ
Next articleવિશ્વ-તમાકુ દિવસ નિમિત્તે રેલી, દંડનીય કાર્યવાહી