દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા પાલીતાણાનાં ખાનગી હોસ્પિ. સંચાલકો

822

૧૮મી સદીમાં ચાલતો પાલીતાણા તાલુકાના નપાણીયા નેતાના પાપે સારી સરકારી હોસ્પિટલ નથી ૫૬ પથારી ધરાવતી હોસ્પિટલ એ ગ્રેડ છે પંરતુ સર્જન, વિવિધ રોગોના સ્પેશ્યાલીટ નથી ફક્ત એમબીબીએસ છે આ બદાની વચ્ચ પાલીતાણા તાલુકાની પ્રજા ન છુટકે પ્રાઈવેટ હોસ્પિટલના સહારે જવુ પડે છે અને માનવતા નેવે મુકી હોસ્પિટલવાળા દર્દીઓ પાસે મનફાવે તેમ રૂપીયા વસુલે છે પ્રાઈવેટ હોસ્પિટલમાં સહાયક સ્ટાફનો અભ્યાસ પણ પૂર્ણ હોતા નથી બિન અનુલક્ષી સ્ટાફની અસર દર્દીઓ ટકે છે સારા ચહેરાવાળા સારા યુનિફોર્મ સજ્જ સ્ટાફ હોશીયાર અનુભવી હોય તે ભુલ ભરેલ છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં હવે તો મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પટલો પણ પાલીતાણામાં પ્રવેશ કરી ચુકી છે ઓછા પગારવાળા ડોકટરો, નર્સ, લેબોરેટરી ટેકનીશીયન ઓછા અનુભવની ભરમાળ છે આવી હોસ્પિટલમાં તમામ રોગોનુ નિદાન સારવાર થાય છે હોસ્પિટલ વાળાને પોલીસ સાથે મિત્રતા હોય દવા પિધેલા, બળી ગયેલા મારામારીના કેસો લઈ લે છે અને સારવાર કરે તેની સામે અઢળખ રૂપિયા પડાવે છે. આવા ક્રીમીનલ કેસોની જાણ પ્રાથમિક સારવાર બાદ ૧ કલાકમાં કરવાની હોય છે પોલીસને પરંતુ ઘણી વખત તો દર્દીને રજા આપી દીધા બાદ પણ પોલીસ મિત્રને જાણ થતી નથી પોલીસ મિત્રના હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફ સહિતની તપાસ થાય તો અનેક લોલમ લોલ બહાર આવી શકે છે આંખને આંજનાર સ્ટાફ જરૂર કરતા વધુ સ્ટાફથી દર્દીઓ આભા બની જાય છે તેથી આવી હોસ્પટલો કાઠા કાઢે છે. પાલીતાણાના નેતાઓના પ્રાઈવેટ હોસ્પિટલના સંચાલકોને છુપા આર્શીવાદ પણ હોય છે આ બધી બાબત વચ્ચે ગરીબ અને સામાન્ય દર્દીઓને હોસ્પિટલે જવુ એટલે જીવતેજી મોત માંગવા બરાબરી થાય તમ છે જો પાલીતાણા સરકારી હોસ્પિટલમાં ડોકટરની ભરતી કરવામાં આવે તો સામાન્ય ગરીબ દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેવામાંથી છુટકારો થાય તેમ છે.

Previous articleરાજુલાનાં ખાખબાઈ ગામે ગ્રામસભાનો વિરોધ કરાયો
Next articleજન્મદિને ઠંડા પાણીનું વિતરણ