અનિશ્ચિતકાલીન હડતાલના ૧૧મા દિવસે ગ્રામિણ ડાક સેવકોના ૩૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા શહેરના રાજમાર્ગો પર વિશાળ રેલી સ્વરૂપે જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલ. પોસ્ટ માસ્તર જનરલ સારંગી દ્વારા હડતાલી કર્મચારીઓની છાવણીની મુલાકાત નહી લેતા તેઓની નાના કર્મચારીઓ પ્રત્યે નિષ્ઠુરતા જોવા મળેલ જે અંગે કર્મચારી દ્વારા ભારોભાર રોષની લાગણી વ્યક્ત કરાયેલ.