મહુવામાં જનરલ હોસ્પિટલની બાજુમાં છેલ્લા રપ વર્ષથી ચા વેચી પોતાનું ગુજરાત ચલાવતા ચુડાસમા બળવંતભાઈ નાથુભાઈ, બળવંતભાઈ પોતાની દિકરી એકતાના અભ્યાસ બાબતે ખૂબ જાગૃત એકતાને પોતાની પરિસ્થિતિ કે પોતાની આવક બાબતે કયારેય અણસાર સુદ્દા ન આવવા કઈ દિકરીને ભણાવી. દીકરી એકતાને મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયમાં ભણવા મુકી. સાથે સાથે બેલુરના ટ્રસ્ટી તથા સ્ટાફગણને પોતાની દિકરીના સ્વપ્નાએ સફળ બનાવવા પ્રયત્નશીલ બનવા અનુરોધ કરતા આ તકે બેલુર વિદ્યાલયના એમ.ડી. બી.સી. લાડુમોરના માર્ગદર્શન અને સ્ટાફગણ તથા એકતાની મહેનતની ધગશથી તાજેતરમાં એચએસી ર૦૧૮માં ૧ર કોમર્સમાં ૯૮.૭૬ પીઆર સાથેબ ેલુર વિદ્યાલયમાં દ્વિતીયસ્થાને આવી. તથા મહુવા કેન્દ્રમાં ટોપ-૧૦માં સામેલ થઈ. આમ એકતાએ પોતાના પિતા બળવંતભાઈને પોતાની મહેનત અને ટોપ પરિણામથી ખુશીની ગીફટ આથી આજે બળવંતભાઈ તથા પોતાનો પરિવાર ખુશીથી ગદગદિત છે. તથા પોતે બેલુર પરિવારનો અને ખાસ કરીને બાબલુભાઈ મકવાણાનો ખુબ ખુબ આભાર માને છે કે પોતાની દિકરીને આજેઅ ાકાશને આબવા માટેની તક પુરી પાડી હતી.