ચોરી અપહરણ લૂંટમાં ફરાર ટીંબા ગામનો શખ્સ ઝડપાયો

1743

સુરત લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરી અપહરણ લૂંટના ગુનાનાં કામે ફરાર ગારીયાધારના ટીંબા ગામના શખ્સને ગારીયાધાર પોલીસે ઝડપી લઈ સુરત લાલગેટ પોલીસને સોંપી દીધો હતો.

ગારીયાધાર પોલીસે સ્ટેશનનાં એસ.પી.અગ્રાવત તથા હેડ કો.પી.કે.ગામેતી પો.કો.શક્તિસિંહ જે. સરવૈયા, પો.કો.વિજયભાઈ બી.  મકવાણા સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ટીંબા ગામનાં પાટીયા પાસે આવતા સાથેનાં હે.કો.પીએસઆઈ પી. કે.ગામેતી તથા પો.કો. શક્તિસંહ સરવૈયાને સંયુક્ત બાતમી રાહે હકિકત મળેલ કે સુરત લાલગેટ પોલીસ સ્ટેશન આઈપીસી કલમ ૩૭૯, ૩૮૯, ૩૬૫, ૧૭૦, ૧૨૦ (બી) ૧૧૪ ચોરી, અપહરણ લૂંટ વિગેરે મુજબના કામનો નાસતો ફરતો આરોપી રવિભાઈ સુનિલભાઈ મીઠાપરા રહે ટીંબા વાળો પોતાનાં ઘરે હાજર હોય ગુનાનાં કામે નાસતો ફરતો હોય તેવી હકિકત મળતાં રવિભાઈ સુનિલભાઈ મીઠાપરા જા.દે.પુ. ઉ.વર્ષ ૨૦ રહે ટીંબા તા.ગારીયાધાર જી.ભાવનગર વાળો હોવાનું જણાવેલ ઈસમને પકડી સીઆરપીસી ૪૧(૧) આઈ મુજબ અટક કરી સુરત લાલગેટ પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ.

આ કામગીરીમાં ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.પી. અગ્રાવત, હે.કો.પી.કે. ગામેતી પો.કો.શક્તિસંહ જે સરવૈયા પો.કો. વિજયભાઈ બી. મકવાણા કામગીરીમાં જોડાયા હતાં.

Previous articleમાલધારી વિકાસ સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે અમીત એમ લવતુકાની પસંદગી
Next articleજીવદયા પ્રેમીનું સન્માન