યાત્રાધામ – રૂપાલની પ્રસિધ્ધ પલ્લી મેળામાં હાર્દિકને આવરકારતા પોસ્ટર રાત્રે અંધારામાં એટલે લગભગ અઢી વાગે સાદી ગાડીમાં આવીને પોલીસના લોકોએ ફાડયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે અને પોલીસના માણસો ખાનગી ગાડીમાં આવી પોસ્ટર ફાડતા હતા ત્યારે લોકો દોડી આવતા રીતસર ભાગી ગયા હતા તેવું પણ વધુમાં તેમણે જણાવ્યું હતું અને જો ખરેખર આ સાચુ હોય તો પોલીસના માણસોએ આવું શા માટે કરવું પડ્યું ? બહુ મોટો ધાર્મિક મેળાવડામાં શા માટે આ કરવામાં આવ્યું ? તે પણ એક મહત્વ્ની શંકા ઉપજાવે તેવી બાબત છે.
વળી ત્યાં અનેક લોકો પક્ષના પોસ્ટરો પણ લાગેલા છે તે પૈકી હાર્દિકના જ પોસ્ટરો કેમ ફાડી નાખવામાં આવ્યા ? આવા અનેક પ્રશ્નોએ હાલતો કુતુહલ જગાવ્યું છે. પરંતુ ગ્રામજનો એક વાતની સંતોષ અનુભવે છે કે આ લોકો પકડાયા ન હોત તો ગામના લોકો અંદર અંદર ધાર્મિક અને વર્ષોથી પરંપરાગત મેળા -પલ્લીમેળામાં ઝગડી પડત અને ધાર્મિક વાતાવરણ કુલષિત થાત. પરંતુ હાર્દિકના પોસ્ટર ફડાવવા કે ફાડવા પાછળ કોણ ? તે પ્રશ્ન મહત્વનો છે.