સિહોર ન.પા. દ્વારા ગ્રાન્ટનો થતો દુર ઉપયોગ અટકાવવા રજૂઆત

1047

સિહોરના ગૌતમેશ્વર કુંડથી સુરકાના દરવાજા સુધીનું આરસીસી રોડનું કામ સિહોર નગરપાલિકા દ્વારા સરકારની જે તે ગ્રાન્ટમાંથી શરૂ કરવામાં આવેલ છે. જે રોડ બની રહ્યો ત્યાંની સિહોરના સ્વસ્તિક સોસાયટી, ગૌતમેશ્વર નગર, જ્ઞાનભારતી સ્કુલ પાછળ શિવશક્તિ સોસાયટી, સિંહી કોલોની, સ્ટેશન રોડ, ઘાંઘળી રોડ, મહા ગૌતમેશ્વર નગર, તાલુકા પંચાયત, સિધ્ધાર્થ સોસાયટી, રાજીવનગર, ખાડીયા વિસ્તાર, નવાગામ કનીવાવ અને ગુંદાળા વિસ્તારને પાણી સપ્લાય થાય છે. જે પાણીની લાઈન અત્યાર સુધીમાં દસ વખત રીપેર કરેલ છે અને હાલ પાંચ-છ જગ્યાએથી તુટેલ છે. જેને રીપેર કર્યા વગર કે નવી લાઈન નાખ્યા વગર રોડનું કામ શરૂ કરેલ છે. તો આના કારણે થોડા સમય પછી રોડ પાછો તોડવો પડશે અને લીલાપીર વિસ્તારની ગટર ધારનાથ મંદિરની બાજુમાં નિકળે છે. જેનું પાણી પાછુ મારતું હોય તે નદીમાં ઠલવાય છે તે પણ રોડ પર આવે છે ત્યારે પણ રોડ તોડવો પડશે તો પછી રોડ બનાવવામાં અને તોડવામાં ખબર હોવા છતાં સરકારની ગ્રાન્ટનો સિહોર નગરપાલિકાની હાલની બોડી અને ચીફ ઓફિસર દ્વારા ખુલ્લેઆમ દુરઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે પહેલા ગટર અને મેઈન પાણીની લાઈનનું રીપેરીંગ કામ કરી પછી રોડ બને જેનાથી ગ્રાન્ટનો પણ સદ્દઉપયોગ થાય અને ગામના પણ હિત માટે ત્યાં તોડવું નહીં પડે. હાલ આ રોડનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવા અજયભાઈ શુક્લ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અન્યથા તા.૮ને શુક્રવારથી આમરણાંત ઉપવાસની ચિમકી આપતા ખળભળાટ મચી જવા પામેલ છે.

 

Previous articleGHCL કંપનીને આખરે નોટીસ અપાતા ઉપવાસી છાવણીમાં આનંદ
Next articleમથાવડાના દુષ્કર્મીઓને ઝડપી લેવાની માંગણી