રાજુલા સુર્યસેના દ્વારા સમાજના સંગઠન માટે સંમેલન લોકડાયરો સહિત યોજાશે

1438

રાજુલા સુર્યસેના દ્વારા સંગઠન વધુ મજબુત કરવા માટે તા. ૯ના રોજ સુરત સુર્યસેના પ્રદેશના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિંક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના લોક સાહિતયકાર કલાકારો દેવાયતભાઈ ખવડ, ઉદયભાઈ ધાલ, ભરતભાઈ બોરીચા સહિત સંજીદા ટીમ ભજનની રમઝટ બોલાવશે. આ પ્રસંગે સૌરાષ્ટ્રના સાધુ સંતો પણ ઉપસ્થિત રહેશે. ચલાલાના મહંત વલકુબાપુ સુરજદેવળની જગ્યાના શાંતિબાપુ, વાવડીના મહંત બાબભાઈ બાપુ, રાજુલા દાનબાપુ વિડીના મહંત ચેતનદાસબાપુ, વાલભાઈ માતાજી ગરણી શકિત ધામ સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહેશે અને રાત્રીના લોક ડાયરાની જમાવટ થશે અને ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના સંગઠનો અને હોદ્દેદારો પ્રમુખ ખોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સાથે સાથે સમાજનું સંગઠન કેવી રીતે વધુ મજબુત થાય તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચા કરવામાં આવશે અને સમગ્ર આયોજન રાજુલા શહેરમાં આવેલ જય માતાજી ગ્રુપ નવરાત્રી પાર્ટી પ્લોટ ગોકુળનગર ગ્રા.ન્ડમાં ઐતિહાસિક આયોજન રાખવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં કાઠી સમાજના પ્રમુખ અને સુર્યસેનાના બ્રાન્ડ એમ્બેસેડર સહિત કિરણીસેનના હોદ્દેદારો પ્રમુખો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થ્ત રહેશે. સાથે સાથે આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ શકિત પ્રદર્શન કરશે.

 

Previous articleવડનગરમાંથી ૨ મીટર વ્યાસનું ગોળાકાર દિશાસૂચક યંત્ર મળ્યું
Next articleપ્રજાપતિ ટેલેન્ટ-શોમાં પ્રથમ