બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર દ્વારા બોટાદ જીલ્લાના નાસતા ફરતા આરોપી પકડવાની સુચના આપેલ હોય જે અન્વયે બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર. ગોસ્વામી માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના ભગવાનભાઇ, બળભદ્રસિંહ, પ્રવિણસિંહ, પો.કો. મયુરસિંહ વિગેરે રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પ્રવિણસિંહનાઓને બાતમી મળેલ કે, રાણપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાના કામે આજદીન સુધી નાસતો ફરતો આરોપી રમજાન રહીમભાઇ કુરેશી જાતે.ફકીર ઉ.વ.૩૦ રહે.બોટાદ, હરણકુઇ પોસ્ટ ઓફીસ પાસે હાલ રહે. મોતી તળાવ ભાવનગર વાળો રાણપુર ખાતે ધંધુકા-પાળીયાદ ચોકડીએ આવેલ છે, જે હકીકત આધારે સદર ઇસમને પકડી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી રાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.