સમગ્ર વિશ્વમાં ઈસ્લામનો પવિત્ર તહેવાર મહોરમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે પાલિતાણામાં વોરા સમાજના એક યુવાન હજરતે ઈમામ હુસૈન એસ. અને તેના સાથેના ૭ર શહીદો કે જેણે કરબલાના મહેદાનમાં ઈસ્લમ ધર્મને બચાવવા માટે ત્રણ દિવસના ભુખ્યા અને પ્યાસા કરબલાના મેદાનમાં શહીદ થયા જેણે ઈસ્લમ બચાવવા ખાતર પોતાના અઢાર વર્ષનો જવાન છ મહિનાના નાના બાળ ભાણીયા, ભત્રીજા અને ભાઈએ કરબલાના મેદાનમાં શહાદત વ્હોરી લીધી એવા મજલૂમ ઈમામ હુસૈનના આ દિવસોમાં તા. રર-૯-ર૦૧૭થી તા. ર૯-૯-ર૦૧૭ સુધી ઈમામ હુસૈન અને તેના એલે અસાબની યાદમાં પાલિતાણાના યુવાન ધર્મપ્રેમી (મુસ્તુફાભાઈ વોરા) છેલ્લા ચાર વર્ષથી પોતાના સ્વ ખર્ચે ર૪ કલાક પાણી અને સરબત લોકોને પીવરાવે છે આ પ્રસાદીનો લાભ પાલિતાણા તાલુકાના હજારો લોકો રોજ લાભ લે છે.