ધ ભારત સ્કાઉટ ગાઈડસ સંઘ નેશનલ એડવેન્ચર ઈન્ટીસ્ટયુટ પંચમઢી મધ્યપ્રદેશ ખાતે નેશનલ લેવલનો એડવેન્ચર એન્ડ ટ્રેકીંગ પ્રોગ્રામ તાજેતરમાં યોજાઈ ગયો જેમાં ભારતના છ રાજ્યના સ્કાઉટ ગાઈ રોવર રેન્જર અને એડલ્ટ લીડર જોડાયા હતા.
ગુજરાત રાજ્યનું પ્રતિનીધીત્વ ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘનાં ૪૦ સ્કાઉટ અને ૨૦ ગાઈડ અને ૦૫ લીડરો દ્વારા કરવામાં આવેલ કેમ્પ દરમ્યાન રાજેન્દ્રગીરી, જટાશંકર, મહાદેવ, પાંડુગુફા, ચોરાગઢ, બીફોલ, મીડલ પોઈંટ જેવા સ્થળોએ ટ્રેકીંગનો આનંદ માણ્યો હતો જ્યારે રાયફલ શુટીગ, કમાન્ડોે ક્રોસીંગ આર્ચરી, રસીયન તેર, બેલેન્સીંગ, ટાયરવોલ, હોર્સ રાઈડીંગ જેવી સાહસિક પ્રવૃત્તિમાં જોડાયા હતા તેમજ છ રાજ્ય વચ્ચે સાધન વગરની રસોઈ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્કાઉટ ગાઈડ દ્વારા શ્રેષ્ઠ દેખાવ કરવામાં આવેલ અને આઠ વાનગી બનાવી હતી નિયમિત રાત્રે કેમ્પ ફાયરમાં ગુજરાતી રાસગરબાની રમઝટ બોલાવી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા અને જુદા જુદા રાજ્યના સ્કાઉટ ગાઈડ સાથે પોતાના રાજ્યની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરેલ સમગ્ર કેમ્પમાં તમામ પ્રવૃત્તિમાં જોડાયા તમામ બાળકોએ સર્વ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને ગુજરાત અને ભાવનગરનું નામ રોશન કપુર કર્યુ હતું.