પર્યાવરણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાપાલિકા દ્વારા રેલી

2736

વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત આજે તા. ૦૫ જુન ના રોજ મ. ન. પા. દ્વારા  ભાવનગરના શહેરી વિસ્તારમાં પર્યાવરણ સ્વચ્છતા અભિયાન સંદર્ભે એક રેલી યોજાઈ હતી આ રેલીને ટાઉન હોલ ખાતેથી લીલી ઝંડી ફરકાવી મેયર નિમુબેન, કમિશ્નર એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ આ  રેલી  બેનર, પ્લેકાર્ડ થકી લોકોને પર્યાવરણ સ્વચ્છ રાખવા પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવવાના સંદેશા સાથે ઘોઘા ગેટ થઈને હલુરીયા ચોક શહીદ સ્મારક ખાતે પહોંચી હતી જે સ્થળે મહાનુભાવોએ પૂષ્પાંજલી અર્પી હતી.  આ રેલીના પ્રારંભ પહેલાં સૌએ પર્યાવરણને સ્વચ્છ રાખવા સમુહમાં પ્રતિજ્ઞા લીધી હતી  અત્રે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારની સાથે સાથે જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થકી એક અઠવાડીયા સુધી પર્યાવરણ સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવવાના શુભ સંદેશા સાથે લોકોને જાગ્રુત કરવામાં આવશે.

આ રેલીમાં નાયબ મેયર મનહરભાઈ મોરી, શાસકપક્ષના નેતા યુવરાજસિંહ, નાયબ મ્યુ. કમિ. એન.ડી.ગોવાણી સહિત મનપાના કોર્પોરેટરો, એન.જી.ઓ., શાળાના વિધાર્થીઓ, મનપા સહિતની સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.

Previous articleવિશ્વ પર્યાવરણ દિને ચિત્ર સ્પર્ધા
Next articleરાજ્યના તમામ ૪૦૦ ઉપરાંત નગરોમાં અને તેની ૨ કિલો મીટરની પેરીફેરીમાં અભિયાન