શહેરના ભરતનગરમાં આવેલ શ્રીનાથજીનગરમાં રહેતા એક વિપ્ર પરિવારને નિશાચરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી નાસી છુટ્યા હતા.
શ્રીનાથજીનગરમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા આશાબેન પ્રકાશભાઈ યાજ્ઞીક ગઈકાલે પોતાનું મકાન બંધ કરી તાળા મારી તેણીની પુત્રી સાથે શહેરમાં દાંડીયારાસ જોવા ગયા હતા. જ્યાંથી પરત આવી જોતા બંધ દરવાજાના તાળા તુટેલી હાલતમાં અને રૂમમાં સામાન વેર વિખેર જોવા મળે જેથી તપાસ કરતા કબાટમાંથી રૂા.૪ હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી થયાની જાણ થતા ભરતનગર પોલીસને જાણ કરતા પોલીસે ડોગ સ્ક્વોર્ડ સાથે ઘટનાસ્થળે દોડી જઈ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.