૮ માર્ચના રોજ રાજકોટ ખાતે યોજાયેલ રરર મહિલા ચિત્રકાર અને ફોટોગ્રાફરનો મેગા શો યોજાયો હતો. આ મેગા શોમાં ૧૯ સીટીના રરર મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શન માટે ૩ રેકોર્ડ નોંધાયા છે. જેમાં ગ્લોબલ રેકોર્ડ, નેશનલ રેકોડ અને એશિયા રેકોર્ડ. આ રેકોર્ડના સન્માન પત્રો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આપવામાં આવ્યા હતાં. આ મેગા શોના આયોજન બદલ ડો. અજયસિંહ જાડેજાનું તેમજ સહયોગી માટે કલાસંઘના અજય ચૌહાણનું સન્માન કરાયું હતું. આ સિવાય પ્રિયાબા જાડેજા, તૃપ્તી રાવલ, ભાવીનીબા ઝાલા, વેશાલી ભાવાસર, પ્રિયા પરિયાણી, હિરલ શાહ, અમી ભટ્ટ, વિનીતા ચૌહાણ, મયુરી યંગે, ખુશ્બુ રાવલ, ભાવના રાઠોડ, ક્રિષ્ના સરવૈયા, હિરલ ઠાકોર, લીના પંચાલ વગેરે આર્ટીસ્ટોનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું. ગુજરાતમાં કલાકારોને જ સહાય ચુકવાય છે તે વિશે અજય જાડેજાએ વિગતવાર માહિતી આપી હતી.