સિદસર રોડ પરથી જુગારધામ ઝડપાયું

2361

 

શહેરના સીદસર રોડ પર આવેલ શ્રી આલેખ બિલ્ડીંગમાં જુગારધામ ચાલતું હોવાની પૂર્વ બાતમી આધારે એલસીબી ટીમે રેડ કરી જુગાર રમી રહેલા પાંચ ગેમ્બલરોને કુલ ૧૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.કોન્સ. ચંદ્દસિંહ વાળાને અતિ ગુપ્ત માહિતી મળેલ કે, હિતેશભાઇ રમેશચંદ્દ કારીયા રહે.નવા બે માળીયા, ભરતનગરવાળા તેનાં સંબંધીનાં વીંગ-એફ, ત્રીજો માળ, ફલેટ નં.૩૦૪, શ્રી આલેખ બિલ્ડીંગ, લીલા સર્કલવાળાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ માટે નાળ ઉઘરાવી જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં હિેતેશભાઇ રમેશચંદ્દ કારીયા ઉ.વ.૪૬ રહે.રૂમ નં.૧૫૦૪,બ્લોક નં.૨૬/બી,નવા બે માળીયા, ભરતનગર, ગોપાલસિંહ વનરાજસિંહ ગોહિલ ઉ.વ.૨૯ રહે.ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક વાળો ખાંચો, તણસા, તા.ઘોઘા, જેઠાભાઇ નારણભાઇ મેર ઉ.વ.૪૮ રહે.પ્લોટ નં. ૫૪૪૬/સી, શાંતિનગર, કાળીયાબીડ, જયેન્દ્દસિંહ જસવંતસિંહ ઝાલા ઉ.વ.૫૬ રહે.પ્લોટ નં.૯૪,શિક્ષક સોસાયટી પાછળ,પ્રેસ કવાટર્સ, કનુભાઇ નારણભાઇ પોસાતર ઉ.વ.૩૩ રહે.વાડી વિસ્તાર,તણસા તા.ઘોઘાવાળાને ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં રોકડ રૂ.૩,૩૭,૧૦૦/-, મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૪,૦૦૦/- તથા અલગ-અલગ કંપનીની કાર/સ્કુટર નંગ-૪ કિ.રૂ.૯,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૦૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા, એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, કિરીટસિંહ ડોડિયા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ચંદ્દસિંહ વાળા, જગદેવસિંહ ઝાલા, જીતેન્દ્દસિંહ ઝાલા, વિઠ્ઠલભાઇ બારૈયા, જયેન્દ્દસિંહ રાયજાદા, ભયપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleમુસ્લિમ રાષ્ટ્રીયમંચ દ્વારા મુંબઈમાં યોજાયેલી ઈફતાર પાર્ટીમાં હજ કમિટીના ચેરમેનની હાજરી
Next articleમહિલાઓ દ્વારા ચાલતી મંડળીઓમાં મધૂર ડેરી દ્વારા પર્યાવરણ બચાવવા પહેલ