સેકટર-૧ તળાવ અને કેનાલ, સરિતા ઉધાન, સેકટર-૯ વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરાયું

1170

મહાનગરપાલિકા દ્રારા વિશ્વ પર્યાવરણ અને સ્વચ્છતાઅભિયાન અંતર્ગત વિવિધ જગ્યાએ તપાસ કરીને ૫૦ માઇક્રોનથી ઓછી જાડાઇવાળા પ્લાસ્ટીકનો ૯૩ કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ૫૨૦૦ પાણીના પાઉચ જપ્ત કર્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ સેકટર-૧ તળાવ, સેકટર-૧ કેનાલ, સરિતા ઉધાન, સેકટર-૯ વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઇ અભિયાન ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા માટે અને સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ નાગરિકોનો ઉત્સાહ વધારવા માટે મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન મનુભાઇ પટેલ, ગુડાના પૂર્વ ચેરમેન  આશિષ  દવે, કાઉન્સિલર  પ્રવિણાબેન વોરા, વેસ્ટન અગ્રી સીડૂસના ચેરમેન એન.પી.પટેલ, ડેપ્યુટી કમિશનર જે.બી.બારૈય, પૂર્વ ધારાસભ્ય  મહેન્દ્રસિંહ રેવત, મહાનગર પાલિકાના કોર્પોરેટર નરેશભાઇ પરમાર સહિત મહાનુભાવો પણ જોડાયા હતા. સામાન્ય માણસની જેમ પ્લાસ્ટિકની કોથળીઅને અન્ય કચરો ઉઠાવ્યો હતો. તેમજ ઝાડુંવળે સફાઇ પણ કરી હતી.

આ સાથે સાથે પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક છોડો પર્યાવરણ બચાવો વિષય પર શહેરમાં નોંધાયેલા ફેરિયા તથા રેગ પીકર્સની મીટીંગનું આયોજન સેકટર-૩૦ ડમ્પીંગ સાઇટ ખાતે કરવામાં આવ્યું હતું.

આ મીટીંગમાં પ૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. તે સર્વને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટની માહિતી તેમજ ફાયદા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

Previous articleકલોલ નગરપાલિકાના ૮.૧૮ કરોડના વિકાસકામોનું લોકાર્પણ
Next articleગાંધીનગર સિવિલમાં એકસ-રે મશીન બંધ : દર્દીઓને હાલાકી