ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ વ્યાસના સ્મણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

992
guj3092017-2.jpg

સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ખાંભા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સ્વ.એએસઆઈ દિપકભાઈ વ્યાસના સ્મણાર્થે કરાયેલ રકતદાન કેમ્પમાં વિક્રમજનક રકતદાતાઓ દ્વારા રક્તદાન કરાયું હતું.
તાજેતરમાં અવસાન પામેલ દિપકભાઈ એચ. વ્યાસના સ્મણાર્થે આયોજીત કરાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરાવવા ખાંભાના પીએસઆઈ અને સ્વ.દિપકભાઈ વ્યાસના પુત્ર પાર્થ વ્યાસની રકતદાન કરવાની અપીલને વ્યાપક પ્રતિસાદ આપતા ખાંભા તાલુકા ભરમાંથી ઉમટી પડેલા રક્તદાતાઓ અને ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાણા સહિતના સ્ટાફ દ્વારા ખાંભા તાલુકાના ઈતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી એએસઆઈ દિપક વ્યાસને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ.
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવાના પીએસઆઈ રાણી ભગીરથ જાડેજા સહિતના પોલીસ સ્ટાફ, ખાંભાના યુવા સરપંચ અમરીશ જોશી-ખાંભા સહિતનાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ.

Previous articleપરંપરાગત દિવડા-આરતીનું અદભૂત દ્રશ્ય કલ્ચરલના ગરબામાં
Next articleજાફરાબાદમાં પ્રાચીન ગરબાની રમઝટ