ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને થતાં અત્યાચારના વિરોધમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર રાજકિય રાગદ્વેષ રાખવાના ષડયંત્રના વિરોધમાં બોટાદ ખાતે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.એમ. પટેલના માર્ગદર્શનમાં બોટાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં કનુભાઈ ધાધલ ઈન્ચાર્જ પ્રમુખ બોટાદ તાલુકા પંચાયત, રાજેશભાઈ બારૈયા પ્રમુખ બોટાદ તાલુકા કોંગ્રેસ સમિતિ, હુસૈનભાઈ શ્યામ-પ્રમુખ બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ, ઈશ્વરભાઈ ભરાડીયા, વલ્લભભાઈ બાવળીયા, ભીખાભાઈ મેર, રાજુભાઈ મેર, મહિપતભાઈ માથોળીયા, ભાવુભાઈ ગાબુ, વલ્લભભાઈ ભાટવાસીયા, મુમાભાઈ સાંબડ, રણછોડભાઈ ટીંબલ, જીતુભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ ચૌહાણ, રમેશભાઈ મકવાણા-સદસ્ય તાલુકા પંચાયત સહિત હોદ્દેદારો અને આગેવાનો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.