ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર પાસે માણસા ખાતે ખેડૂતોના સમર્થનમાં જાહેર થયેલા આંદોલનના કાર્યક્રમ અંતર્ગત આજે ધરણાનો કાર્યક્રમ યોજયો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના લોકો તેમાં જોડાયા હતાં. ધરણા બાદ ગાંધીનગરમાં મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું આ ઉપરાંત ધરણા વખતે બેનર પ્રદર્શન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની જુદી-જુદી માંગણીઓના બેનર પ્રદર્શીત કરાયા હતાં.