નારાયણી પાસેથી મોબાઈલ ઝુંટવનાર ભિલોડાથી પકડાયો

1279

ગાંધીનગર કોબા રોડ ઉપર નારાયણી હોટલ પાસે સાયકલીંગ કરવા નિકળેલા વ્યક્તિ પાસેથી બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો મોબાઈલ જુંટવી નાસી ગયા હતા. જેની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતાં માહિતી મેળવી ગુનામાં સામેલ મોબાઈલ ભિલોડામાં હોવાનું જાણ થતાં ત્યાં જઈ મોહનભાઈ રામજીભાઈ પાંડોર નામના વ્યક્તિને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી ગુનામાં ચોરી થયેલ મોબાઈલ કિંમત રૂ. ૧૦ હજારનો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleચરેડી નજીક કારમાંથી ચાંદલોડિયાનો શખ્સ બિયરની બોટલો સાથે ઝડપાયો
Next articleઅરણ્યભવન ખાતે આગ લાગી : ફાઈલ-સ્ટેશનરી બળીને ખાખ