ગાંધીનગર સેકટર – ૧૦/ એ ખાતે આવેલા અરણ્યભવનના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં નજીકની વિકાસ વ્યવસ્થા અને પ્રોટેકસ શાખા આગની ઝપેટમાં આવી ગઈ હતી અને ધુમાડા ઉડવા લાગ્યા હતા.
આજે રજા હોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવાયું હતું જેણે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ કેટલી ફાઈલ અને સ્ટેશનરી બળીને ખાખ થઈ ગઈ હશે તેનો આંકડો મળ્યો નથી પરંતુ આગની સ્થિતિ જોતાં ઘણી ફાઈલો અને સ્ટેશનરી બળીને ખાખ થઈ હશે. આગનું કારણ જાણી શકાયું નથી પરંતુ ફાયર બ્રિગેડના સુત્રો અનુસાર શોર્ટસર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન છે.