શહેરભરમાં નવરાત્રિ પર્વની માયભક્તો દ્વારા આસ્થાભેર ઉજવણી કરાઈ રહી છે. જેમાં સરીતા સોસાયટી પાછળ આવેલ હિન્દુ ધોબી સોસાયટી ખાતે આદેશમાં મિત્ર મંડળ દ્વારા નવરાત્રિની અષ્ટમી નિમિત્તે બહુચર માતાજીનો સ્વાંગ યોજવામાં આવેલ. જેમાં મોડીરાત્રિના ભાઈઓ-બહેનોએ દર્શનનો લાભ લીધો હતો.