રાજુલા ખાતે ગોકુલનગરમાં સુર્યસેના દ્વારા ડાયરો યોજાયો

1099

રાજુલા ખાતે જય માતાજી ગ્રૃપના ગોકુલનગરના પ્લોટના વિશાળ પટાંગણમાં સુર્યસેના દ્વારા આયોજીત સમાજ સંગઠન માટે રાષ્ટ્રીય કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ અને સુર્યસેના હોદ્દેદારો તેમજ સાધુ સંતો ચારણ દેવીમાં વાલબાઈમાની હાજરીમાં લોક ડાયરો યોજાયો રાજુલાના ગોકુલનગરના જય માતાજી ગ્રૃપ પ્લોટના વિશાળ પટાંગણમાં સુર્ય સેના બાબરીયાવાડ આયોજીત કાઠી ક્ષત્રિયો અને રાજપુત ક્ષત્રીયોના એક જ સંગઠન બનાવવા બાબતે રાજસ્થાનથી કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા તેમજ પ્રદેશ અધ્યક્ષ લખ્ખીરાજસિંહ રાજપુત તેમજ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રતાપભાઈ વરૂ, મંગળુભાઈ વાંક, સુર્યસેના પ્રદેશ અધ્યક્ષ, પ્રહલાતસિંહ રાજપુત, કરણીસેના, દિપકભાઈ કાઠી બ્રાન્ડ એમ્બેસેન્ડર ગુજરાત, રાજુભાઈ કરપડા ગુજરાત ઉપસ્થિત પ્રમુખ સુર્યસેના શેતાનસિંહ રાજપુત પ્રદેશ પ્રભારી મેડસિંહ શેખાવત જે.પી. જાડેજા રણજીતસિંહ જાડેજા, હરેશભાઈ ખાચર, ભરતભાઈ, હરેશભાઈ કામળીયાની હાજરીમાં રાજુલાના વડ ગામના સરપંચ અજયભાઈ ખુમાણને સૌરાષ્ટ્ર જોન કરણીસેના અધ્યક્ષ નિમણુંક કરાઈ તેમજ બાબરીયાવાડ સુર્યસેનાના યુવરાજભાઈ તખુભાઈ ધાખડા જનકભાઈ વાળાની બહોળી સંખ્યામાં સુર્યસેનાની મજબુત ટીમ દ્વારા ુમેમેન્ટો આપી કરણીસેના તેમજ સુર્યસેનાના પદાધિકારીઓને સન્માનીત કરાયા આ પ્રસંગે ચારણ દેવીજાગૃતી જ્યોતમાં વાલબાઈમાં, વાવડી મહંત બાબભાઈ બાપુ તેમજ સંતો મહંતોની હાજરીમાં ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાું આયોજન થયુ જેમા વિશ્વ પ્રસિદ્ધ કલાકાર દેવાતભાઈ ખવડ, બાબરીયાવાડ ખ્યાતનામ ભરતભાઈ બોરીચા સંતવાણી આરાધક અરવિંદ ભારતી અને ઉદયભાઈ સહિતે ૨૦૦૦ની સંખ્યામાં કાઠી ક્ષત્રીયો તેમજ રાજપુત ક્ષત્રીયોની ઉપસ્થિતીમાં સુર્યસેના અને કરણી સેનાના જીલ્લા તાલુકાઓના હોદ્દેદારોને લેટરપેડ અપાયા.

Previous articleલાઠીમાં કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન
Next articleરાજુલાના વનકર્મીઓને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો