રાજુલાના માર્કેટયાર્ડના પહેલામાળે આવેલ નિલકંઠ સ્ટુડીયોમાં તસ્કરો ત્રાટક્યા સટરના તાળા તોડી રૂા.૧ લાખ ૨૫ હજારની રોકડની ચોરી બાજુની દુકાન પણ તોડી તેમા કાઈ ન મળ્યુ પોલીસ સામે પડકાર આપતા તસ્કરો પોલીસમાં દોડધામ મચી ગત રાત્રીએ રાજુલાના હાર્દસમા વિસ્તાર માર્કેટ યાર્ડના ઉપર પહેલે માળે આવેલ બે દુકાનો તસ્કરોએ તોડી ૧લી દુકાનમાંથી કાઈ ન મળ્યુ તો બાજુની દુકાન જે નિલકંઠ સ્ટુડીયોના માલીક હરેશભાઈ તેરૈયાની દુકાનના તાળા તોડી રૂા.૧ લાખ ૨૫ હજારની રોકડ રકમની ચોરી કરી ૫ લાખન થઈ ગયા બાજુની દુકાન જે ગોપાલ ઓટો એડવાઈઝરની બે ગાલાની દુકાન તોડી પણ કાઈ ન હાથ લાગતા ચોર લોકોને બગાસુ ખાતા પતાસુ મળી ગયુ અને પોલીસને આ તસ્કરોએ ખુલ્લી ચેલેન્જ આપી દીધી નિલકંઠ સ્ટુડયો માલીક હરેશભાઈના નિવેદનમાં કહેલ કે છ દુકાનોનું કામ ચાલુ હોય મજુરો કોન્ટ્રાકટરને તેના રૂપિયા ચુકવવાના હોય તે રૂપિયા દુકાનના ગલ્લામાં રાખેલ હતા તેમજ સ્ટુડીયોમાં કીમતી કેમેરા લેપટોપ મુવી કેમેરા જેની કીમત પણ લાખોમાં થાય છે તે વસ્તુઓને ચોર લોકો અડયા પણ નથી જે જેમની તેમ જ છે. પણ હરેશભાઈ તેરૈયાએ રોષ ઠાલવતા કહ્યુ કે રાજુલામાં ૫ હજારથી લઈ લાખો રૂપિયાની ચોરી તેમજ આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી રૂા.૩૦ લાખ સુધીની લુંટો થઈ છે. છતા એક પણ તહોમતદાર પોલીસના હાથે કેમ નથી આાવતો તેવો વેધક સવાલ પણ ઉઠવા પામેલ છે.