રાજુલા ન.પા. ચીફ ઓફિસર પર લટકતી તલવાર

1337

રાજુલાના અતિ વિવાદીત ચીફ ઓફિસર રાકેશ પરીખ ઉપર ભ્રષ્ટાચારની લટકતી તલવાર મુખ્યમંત્રીએ ગાંધીનગરથી પાણી પુરવઠા બોર્ડના અગ્રસચિવ ગુપ્તાને આદેશ કરતા તપાસ અધિકારી પાણી પુરવઠા બોર્ડના ડી.કે. ખત્રીની ખાસ નિમણુંક તેની સાથે જિલ્લા ડીડીઓ સહિતની ટીમ ત્રાટકી અને ૪૦ કરોડની ભુગર્ભ ગટર યોજના બાબતે ફોટોગ્રાફી સહિતનું રીપોર્ટ જોઈ ખત્રી સહિત અન્ય અધિકારીઓ ચોંકી ઉઠ્યા જેમાં રાજુલાની ભુગર્ભ ગટર યોજના ૪૦ કરોડના ખર્ચે તૈયાર ન થઈ હોવા છતા રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર રાકેશ પરીખે ભુગર્ભ ગટર શરૂ હોવાનું કોન્ટ્રાક્ટરે સરકારને રીપોર્ટ કરી આપી લાખો રૂપિયાના ખોટા સર્ટી આપવામાં આવતા આ અંગે રાજુલા નગરપાલિકાના હાલના કોંગ્રેસ પ્રમુખ બાઘુબહેન વાણીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિરોધ પક્ષના નેતા તેમજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને લેખીતમાં રજૂઆતો કરતા મુખ્યમંત્રીએ પાણી પુરવઠા બોર્ડના અગ્રસચીવ ગુપ્તાને આ અંગેની ખાસ તપાસ કરવાના આદેશથી ગુપ્તાએ રાજુલા નગરપાલિકાના તપાસનીશ અધિકારી તરીકે બી.કે. ખત્રીની નિમણુંક કરતા આજે ઓચીંતા જ નગરપાલિકામાં આવી નગરપાલિકાના સભ્યોને સાથે લઈ ભુગર્ભ ગટર યોજનાની વિડીયોગ્રાફી ફોટાઓ સહિત સ્થળ તપાસ કરતા અમુક જગ્યાએ સિમેન્ટના પાઈપો ખુલ્લા જ જોવા મળ્યા હતા જ્યારે ટાંકાઓ માત્ર ઈંટો જ વાપરવામાં આવી છે. ક્યાંય સિમેન્ટ જોવા મળી નથી. આમ ત્રણ-ચાર જગ્યાએ નિરીક્ષણ કરતા ચોંકી ઉઠ્યા હતા. જ્યારે આ તપાસમાં સાથે રહેલા ચીફ ઓફિસર રાકેશ પરીખને સભ્યોએ ડી.કે. ખત્રીને રૂબરૂ એવું જણાવ્યું કે, ચીફ ઓફિસર આર.કે. પરીખ બતાવે કે શહેરની એક પણ જગ્યાએ ભુગર્ભ ગટર યોજના શરૂ હોય તો તમારી હાજરીમાં બતાવે પણ ચીફ ઓફિસર બતાવી ન શક્યા હતા આજે રાજુલામાં તપાસ ટીમ તો આવી પણ જોગાનુજોગ પ્રમુખ બાઘુબેન અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડાને નગરપાલિકાના કામ માટે જ બહારગામ જવાનું થયું તેથી તે તપાસ ટીમ સાથે હાજર રહી શક્યા ન હતા પરંતુ ભુગર્ભ ગટર યોજના બાબતે હાલના પાલિકાના સભ્યોએ સ્થળ ઉપર જઈ તપાસ ટીમને બતાવી હતી. જે ગટરના ભુંગળા (પાઈપ) મોટી પહોળાઈવાળી સાઈઝ ના હોવા જોઈએ તે માત્ર નાના અને સાંકડા પાઈપ લાઈનમાં માત્ર ૧૦ ઘરોનું પાણીનો સમાવેશ જીલી શકે તેવા ભુંગળા હજારો ઘરોના પાણી આ નાની સાઈઝના ભુંગળા નાખી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે છતા પણ ચીફ ઓફિસર પરીખે કોન્ટ્રાક્ટરના નાણા છોડાવવા માટે ખોટા સર્ટી આપેલ તેની પણ ન્યાયીક તપાસ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરે છે. બીજી તરફ આ સમગ્ર પ્રકરણ પાણી પુરવઠા બોર્ડના પૂર્વ સચિવ ગુપ્તાને અપાતા આજે આ ટીમ આવી તેની સાથે પાલિકાના સદસ્ય રમજાનભાઈ કુરેશી, કિશોરભાઈ ધાખડા, તપાસ ટીમની સાથે રહી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સાથે પાણી પુરવઠા બોર્ડના ચૌધરી સહિત જોડાયા હતા. શહેરમાં આ તપાસનું પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે ત્યારે સાંજના સાત વાગે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ પણ આવી ગયેલ અને તપાસ અધિકારીને રૂબરૂ મળી અને કહેલ કે રાજુલામાં જેણે જેણે ભ્રષ્ટાચાર કર્યા છે તે ગમે તે હોય તેના ભાંડા ફોડીશું જેમ કે વોર્ડ નં.૬ બાબતે અમારા પર જે આક્ષેપો થાય છે તે તદ્દન પાયાવગરના છે.

Previous articleરાજુલા માર્કેટયાર્ડમાં સ્ટુડીયોના તાળા તોડી સવા લાખની તસ્કરી
Next articleબુઢણા પાલીતાણા એસટી બસની ગુલાટ, મુસાફરોનો આબાદ બચાવ