દહેગામ નગરપાલિકા દ્વારા પર્યાવરણ શુધ્ધિ યજ્ઞ અને વૃક્ષરોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

1429

દહેગામ નગરપાલિકા દ્વારા ઔડા ગાર્ડન ખાતે પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે પર્યાવરણ શુઘિ્‌ઘ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષોરોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તે ઉપરાંત ગાંધીનગર જિલ્લાના પાનસર અને રાંધેજા ગામ ખાતે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે શપથ જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ શાળાના બાળકો અને ગ્રામજનોને લેવડાવ્યા હતા.

સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં તા. ૫મી જૂન થી ૧૧મી જૂન દરમ્યાન પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સપ્તાહના છેલ્લા દિવસે દહેગામ નગરપાલિકા દ્વારા પર્યાવરણ શુઘિ્‌ઘ યજ્ઞાનું આયોજન કરાયું હતું. તેની સાથે ગાંધીનગર તાલુકાના રાંધેજા અને કલોલ તાલુકાના પાનસર ગામ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળા સંકુલ, આસપાસના વિસ્તાર અને ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ શાળાના બાળકો અને ગ્રામજનોને પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ બન્ને ગામમાં યોજાયેલ સમારંભમાં શપથ જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા દ્વારા લેવડાવવામાં આવ્યા હતા. સપ્તાહ અંતર્ગત યોજાયેલ ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતા વિધાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

તેમજ રાંધેજા અને પાનસર ગામની ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તે ઉપરાંત ગાંધીનગર શહેરની બાશ્રી વસંત કુંવરબા કન્યા વિધાલય, સેકટર-૨૮, ઉમા સંસ્કાર તીર્થ, ચંદ્રાલા, પરબતપુરા અને હાથીજાણ ગામની શાળામાં પણ સ્વચ્છતા કાર્યક્રમનું અને સ્વચ્છતા અંગેની જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા.

Previous articleસે.-૭માં વિધિવતરીતે વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમ
Next articleગાંધીનગર કલેકટર એસ.કે.લાંગાને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાયો