અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનની આજે વનવિભાગના આરએફઓ રાજલબેન પાઠકની હાજરી તેમજ બન્ને યુનીટના તમામ અધિકારીઓની હાજરીમાં આજે સ્વચ્છતા અભિયાન સમાપન કરાયેલ.
અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા અને નર્મદા સિમેન્ટ જાફરાબાદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનથી સાપ્તાહીક સ્વચ્છતા અભિયાન નર્મદા યુનીટના વિશાળ કંમ્પાઉન્ડથી વઢેરાના વરૂડી મંદિરના દરીયા કાંઠા વિસ્તારમાં વેસ્ટ પ્લાસ્ટીક સહિતનો નિકાલ માટે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન શરૂ કરાયેલ જેની આજે ગુજરાત સિમેન્ટ અલ્ટ્રાટેક યુનીટ કોવાયાના સીઓ અને ઈપી ના ગોપીકા પ્રસાદ તિવારીના માર્ગદર્શનથી ભાનુકુમાર તથા ભરતભાઈ પટેલ તથા સમસ્ત ફંકશનોના ઉપરી અધિકારીઓ તેમજ નર્મદા સિમેન્ટ યુનીટના વિજય એકરે ભુપેન્દ્રસિંહ, પંકજ અગ્રવાલ, બાબુ રાઈલી, જેઠવા દિલીપકુમાર મીશ્રા, તરૂણ દીવાન, મુકેશ પરમાર, ચંદ્રેશભાઈ સહિતના બહોળી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ તેમજ વન વિભાગના આરએફઓ રાજલબેન પાઠક તેમજ વનવિભાગના કર્મચારીઓની હાજરીમાં આજે સાપ્તાહીક સ્વચ્છતા અભિયાનની પૂર્ણાહૂતી કરાઈ જેમા દરરોજ લગભગ ૧ ટન વેસ્ટ પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરાયો તેમજ મોટી માત્રામાં વૃક્ષારોપણ કરાયુ.