અમરેલી બારોટ સમાજ ટ્રસ્ટ દ્વારા ૧ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને સ્કુલ બેગ ચોપડાથી તમામ સ્ટેશનરી સાથે ૧૦૦ વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓને સન્માનીત કરાયા અમરેલી ખાતે બારોટ સમાજ ટ્રસ્ટ જે છેલ્લા ૯ વર્ષથી વિદ્યાર્થી સન્માન સમારોહ રાખે છે જેમાં ગત તા૧૦-૬-૨૦૧૮ના રોજ અમરેલી બાલા હનુમાન ખાતે ૧૨ જિલ્લાના બારોટ સમાજના ૧૦૦ વિદ્યાર્થીઓને સ્કુલ બેગ ચોપડાથી તમામ સ્ટેશનરી સાથે અને ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓને મોમેન્ટો આપી કીટસાથે સન્માનીત કરાયા બારોટ સમાજની દાતાઓના સહયોગથી તમામ ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રમુખ રાજુભાઈ રેણુકા કારોબારી સભ્યો તેમજ સાઈનાથ મંદિરના મહંત મંગળામાં તેમજ મુખ્ય દાતા અખીલ વહીવંચા બારોટ સાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ સોઢા તેમજ ભીખુભાઈ મનાતર રાજુલા તેમજ ૧૨ જીલ્લાના બોરટ સમાજના આગેવાનો જેમા રાજુલાથી દિલીપભાઈ બારોટ દેવકુભાઈ બારોટ, હરદાનભાઈ બારોટ અમરૂભાઈ બારોટ, કીશોરભાઈ બારોટ તેમજ રાજકોટ પંકજભાઈ સોંઢા, ભીખુભાઈ રેણુકા, મહેન્દ્રભાઈ રેણુકા, જુનાગઢ સુતપુરાણી બારોટ સમાજ ટ્રસ્ટ પ્રમુખ રમેસભાઈ બારોટ, પરબતભાઈ બારોટ, હેમુલભાઈ બારોટ, ગુણુભાઈ તથા પ્રકાશભાઈ રેણુકા, તળાજા કીસનભાઈ બારોટ, કચ્છ ગાધીધામ જગદીશભાઈ બારોટ, ઘનશ્યામભાઈ દુદાણી અમદાવાદ નાનુભાઈ રેણુકા વીછીયા તથા વજેસંગભાઈ વીસાણી અમરેલી જેવા અનેક દાતાઓની ઉપસ્થિતી રહેલ.