પાલીતાણામાં કેરીનાં રસનાં વેપારીઓને ત્યાં ફુડ વિભાગ દ્વારા દરોડાથી ચકચાર

1026

પાલીતાણામાં ભેળસેળ યુક્ત કેરીનું રસનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યુ છે ત્યારે કુંભકરણની નિદ્રામાંથી બેઠુ થઈ ફ્રુડ ડ્ર્‌ગસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ જેમા સતુમલ શીતલમલ મદાણી (શિવમફ્રુટ), યાસીમબેન અલારખભાઈ ડૈરયા, જીતુભાઈ સહરામલ મંદાણી (જય અંબે ફ્રુટ)ના રસના સેમ્પલ લેવાયા તેમજ શેઠ અમરચંદ મુળજીભાઈને રસનો સેમ્પલ લેવા ગયા ત્યાંથી તેમણે મોટો જથ્થો સગેવગે કર્યાનું લોકમુખે ચર્ચાય રહ્યુ છે ફુડ વિભાગ કરી શેઠ અમરચંદ મુળજીભાઈ સુખડીયાને ત્યાં સાંજે પણ તપાસ કરવા ગયા ત્યારે ફરી જથ્થો સગેવગે થયો હતો તેથી ફુડ વિભાગને ખાલી હાથે પરત ફરવુ પડ્યુ હતું. ફુડ વિભાગને બે વખત એક જ દુકાને તપાસ માટે ગયા હોવાથી શહેરમાં જુની સુખડીયાની પેઢીની ક્વોલેટી બાબતે અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ હતું. આમ ભાવનગરથી આવેલ ફુડ વિભાગ દ્વારા દિવસભર શહેરમાં કેરીના રસવાળાને ત્યાં સેમ્પલ લેવાતા ભેળસેળ યુક્ત રસ વેચનારામાં ફફડાટ ફેલાયો હતો. ફુડ વિભાગના સોલંકી તથા સ્ટાફ જોડાયો હતો.

સ્વચ્છતા ન રાખનાર વેપારીઓને દડ ફટકાર્યો

પાલીતાણા ખાતે આજે ફુડ વિભાગ તેમજ નં.પા.ના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છતા ચોખ્ખાઈને લઈ વિવિધ વેપારીઓ પાસેથી કુલ રૂા.૪૨૦૦ દંડ પેટે વસુલીયા જેમા વલ્લભભાઈ આણંદભાઈ ૧૦૦, અમરચંદ મુળજી સુખડીયા ૫૦૦, જય અંબે ફ્રુટ ૨૦૦, શીવમ રસ ૫૦૦, પ્રભાતફેરી ૫૦૦, અલારખ હાજીભાઈ રસવાળા ૧૦૦૦, કરશનભાઈ ૫૦૦, જયંતિલાલ સુખડીયા ૧૦૦, અલીઅલારખ ૧૦૦, પરેશભાઈ ૧૦૦, ધર્મેન્દ્ર કિશમલ ૫૦૦ વિ પાસેથી ચોખ્ખાઈ, સ્વચ્છતા અંત ન.પા.ના કર્મચારી ચેકીંગ હાથ ધરી દંડ સ્થળ પર વસુલ્યો હતો.

Previous articleશહેર કોંગ્રેસ સોશ્યલ મિડીયા વિભાગ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કરાયું
Next article૫૧ વૃક્ષોના વૃક્ષારોપણ સાથે ગ્રીનસીટી સીઝન-૮નો પ્રારંભ